Std-6 Dt.29-12-20 Gujarati

            

Online Education

Gujarati





શિષ્યનો ગુરૂ પ્રત્યે આદરભાવ

 *યુધ્ધ મોરચે જતાં રસ્તામાં ગાંડીતૂર નદી આવી ત્યારે ગુરૂ-શિષ્ય વચ્ચે પ્રથમ નદી કોણ પાર કરશે તે વિષે રકઝક થઈ. અંતે શિષ્યે એમ કહ્યું કે, “ગુરૂજી ! તમને કંઈ થઈ જશે તો હું બીજો તમારા જેવો ગુરૂ નહીં બનાવી શકું પરંતુ નદી ઓળંગતા કદાચ હું ન રહું તો આપ જેવા સમર્થ ગુરૂ મારા જેવા અનેક રાજાનું નિર્માણ કરી શકશે. માટે મારા દેશને આપ જેવા શિક્ષકની જરૂર હોવાથી પ્રથમ હું નદી પાર કરીશ.” આ ગુરૂ-શિષ્યની જોડી એટલે સિકંદર અને એરિસ્ટોટલ.... આ જ સિકંદર મહાને એકવાર કહેલું- “હું જીવું છું એ મારા માતા-પિતાને આભારી છે પણ હું સારી રીતે જીવું છું એ મારા શિક્ષકને આભારી છે.”* 

*કેટલાંક માણસોને એવું કહેતા સાંભળ્યા છે કે, મારે આટલાં વર્ષ થઈ ગયાં મારે ક્યારેય ડોક્ટરની જરૂર પડી નથી. મારે પાયલોટની જરૂર પડી નથી, મારે બિલ્ડરની જરૂર પડી નથી, મારે વકીલની જરૂર પડી નથી, મારે પોલિસની જરૂર પડી નથી, મારે કોઈ રાજકારણીની જરૂર પડી નથી..... વગેરે વગેરે... કોઈ એમ કહેશે કે, મારે ક્યારેય શિક્ષકની જરૂર પડી નથી ???* 

*આ પૃથ્વી ઉપર ભગવાન બાદ સૌથી વધુ ચમત્કાર શિક્ષકોએ કર્યાં છે !!! આ એક શિક્ષક કુમારી સુલિવાનની તાકાત છે કે દેખવાની, સાંભળવાની, બોલવાની શક્તિ ન ધરાવનાર બાળકીને “હેલન કેલર” તરીકે જગ મશહૂર કરી.  સંસારમાં માત્ર બે-પાંચ વ્યવસાય જ એવા છે કે જેમાં તમે પ્રત્યક્ષ રૂપે કોઈકની જિંદગીને સર્વોત્તમ બનાવી શકો છો. એ તમામ વ્યવસાયોમાં શિક્ષકનો વ્યવસાય સર્વશ્રેષ્ઠ છે.* 

*જો કોઈને શિક્ષક ન હોવાથી કોઈ ફેર ન પડે, એમ માનવાની કલ્પના હોય તો એકવાર માત્ર પ્રયોગ માટે થઈને કોઈ ગામમાં માત્ર દસ વર્ષ માટે સ્કૂલ બંધ કરી દો. જુઓ પછી આવનાર પેઢીની દશા !!! તમારી આજુબાજુ એકવાર ઝીણવટથી નજર કરીને કહો- તમારા બાળકમાં હાલ જે કંઈ સારા સંસ્કાર છે તે તેને ક્યાંથી મળ્યાં છે ? શું આ સંસ્કાર તમારા મોબાઈલ, ઈન્ટરનેટ, ટી.વી., પાડોશીઓ, મિત્રો, સગાં-વહાલાંએ આપ્યાં છે ? ભગવાન રુઠી જાય, દેવતા રુઠી જાય તો ગુરૂ તમારી રક્ષા કરે છે પણ ગુરૂ રુઠી જાય તો તમારી રક્ષા કોઈ કરી શકતું નથી.*


શિષ્યની પાત્રતા અને શિક્ષકની કર્તવ્ય નિષ્ઠા ભળે છે ત્યારે-ત્યારે શ્રી કૃષ્ણ-સાંદિપની, દ્રોણ-અર્જુન, વશિષ્ઠ-શ્રીરામ, ગોખલે-ગાંધી, રમાકાંત આચરેકર-સચિન, હરિદાસ-તાનસેન, ચાણક્ય-ચંદ્રગુપ્ત મૌર્ય, રામકૃષ્ણ પરમહંસ-સ્વામી વિવેકાનંદ ઈતિહાસ સર્જે છે.* 

*લોકલાડીલા અબ્દુલ કલામના શબ્દો હતાં- આ દેશને ભ્રષ્ટાચાર મુક્ત અને સુંદર મનવાળા લોકોનો દેશ ત્રણ જ વ્યક્તિ બનાવી શકે છે- માતા-પિતા અને શિક્ષક.... કોઈ સ્કૂલનું બહું મોટું નામ છે તો સમજો કે ત્યાંની બિલ્ડિંગ ફેસિલિટીના કારણે નહીં પણ ત્યાંના શિક્ષકોના કારણે તે સુવિખ્યાત છે.* 

*એક સ્વરુચિ ભોજનનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો. તેમાં એક યુરોપીયને એમ કહીને ભારતીયોની હસી ઉડાવી કે, ભગવાન આપણને ખૂબ ચાહે છે એટલે આપણને સૌને ગોરી ચામડીના બનાવ્યાં. એક ભારતીય સમસમી ગયો. એ કાર્યક્રમમાં સ્ટેજ પર એનો બોલવાનો વારો આવ્યો. તે ભારતીયએ એક વાર્તા કહી, “ઈશ્વર એક વખત રોટલી બનાવવા બેઠા. પહેલી રોટલી બનાવી પણ તે કાચી રહી. એ સાવ ધોળી રહી. ઈશ્વર બીજી વાર ધ્યાન રાખીને રોટલી બનાવી. આ વખતે રોટલી વધારે શેકાઈ જવાથી કાળી થઈ ગઈ. બે વારના અનુભવ બાદ પ્રભુએ ખૂબ સાવચેતીથી ત્રીજી રોટલી શેકી. આ રોટલી  ના કાચી રહી કે ના બળી ગઈ. તે સરસ પાકેલી અને ખાવાલાયક બની. તે ઘઉંવર્ણી હતી. પેલા યુરોપિયનને તો કાપો તો લોહી ન નીકળે એવી હાલત થઈ ગઈ. આ ભારતીય સજ્જન એ તે બીજું કોઈ નહીં પણ જેની યાદમાં આપણે “શિક્ષક દિન” ઉજવીએ છીએ તે સર્વપલ્લી રાધાકૃષ્ણન હતાં.* 

*શિક્ષક મિત્રોને એક વિનંતી – ગમે ત્યાંથી સમય કાઢીને ત્રણ પુસ્તકો વાંચજો- દિવાસ્વપ્ન, તો-તો ચાન અને સમર હિલ. રાજ કૌશિકનો એક શેર છે.* 


*ઉસને જરૂર કીસી સે મહોબ્બત કી હોગી,*

*ક્યૂંકી વો બાત કરતે બાર-બાર રોતા !* 

*શિક્ષકો પ્રત્યે લાગણી છે એટલે કહું છું, પોતાના વ્યવસાય પ્રત્યે સજાગ રહેજો. વાંચ-મનન-ચિંતન ચાલુ રાખજો. વર્ગમાં જાઓ ત્યારે હસતાં મોંએ જજો. જે શિક્ષક વિભુના વરદાન જેવાં માસૂમ બાળકોના વર્ગમાં ખુશ રહી શકતો નથી તેને સ્વર્ગ મળે તોય દુ:ખી જ રહેશે !!! ક્લાસરૂમને ખાસ-રૂમ બનાવી બાળદેવોની સેવા કરજો. શિક્ષક એટલે પરમાત્માનો સદભાવના દૂત. જગતને પાષાણયુગથી આર્ટીફીશિયલ ઈન્ટેલિજન્ટ્સ યુગ સુધી પહોંચાડનાર  એકમાત્ર વ્યવસાયકાર હોય તો તે વન એન્ડ ઓન્લી ટીચર છે ! જય શિક્ષક.*

Comments

Popular posts from this blog

Jivanshikshan magazine

Std-7 dt.25-11-20 Drawing,English