Showing posts with label Gujarat Safar. Show all posts
Showing posts with label Gujarat Safar. Show all posts

Thursday, 24 September 2020

Gujarat na Abhiyarano

 

ગુજરાતના અભ્યારણો


ગુજરાતના અભ્યારણો

ગિર સિંહનું અભયારણ્ય 
સ્‍થળ : જૂનાગઢ જિલ્‍લો. જૂનાગઢથી 64 કિ. મી. અને વેરાવળથી 32 કિ. મી.
વિસ્‍તાર : 1412 ચોરસ કિ. મી.
વન્‍ય પ્રાણીસૃષ્ટિ : સિંહ, દીપડા, કાળિયાર, ચોશિંગા, હરણ, સાબર, જંગલી
ભૂડં, મગર તથા વિવિધ પ્રકારના પક્ષીઓ.
સુવિધા : અભયારણ્યમાં ફરવા માટે વાહનો ભાડે મળે છે. ગાઈડ તથા પુસ્‍તકાલય છે. વન્‍ય પ્રાણીને લગતી ફિલ્‍મો અને સ્‍લાઈડ શૉ ગોઠવવામાં આવે છે. શ્રેષ્‍ઠ સમય : જાન્‍યુઆરીથી મે મહિનો.
રેલવે મથક : વેરાવળ-સાસણગીર.
બરડા : સિંહ અભયારણ્ય
સ્‍થળ : જૂનાગઢ જિલ્‍લો. પોરબંદરથી લગભગ 14 કિ. મી. ના અંતરે છે.
વિસ્‍તાર : 192 ચોરસ કિ. મી.
વન્‍ય સૃષ્ટિ : જંગલી ભૂંડ, દીપડો, ચિત્તલ, સાંભર, નીલગાય, વાંદરા.
શ્રેષ્‍ઠ સમય : નવેમ્‍બરથી માર્ચ.
રેલ્‍વે મથક : રાણાવાવ-પોરબંદર
સામુદ્રિક ઉદ્યાન /અભયારણ્ય
સ્‍થળ : જામનગર જિલ્‍લો, કચ્‍છના અખાતમાં જોડિયાથી ઓખા સુધીના દરિયાકાંઠા વિસ્‍તારમાં.
વિસ્‍તાર : 163 ચોરસ કિ. મી. માં રાષ્‍ટ્રીય ઉદ્યાન, 458 ચોરસ કિ. મી.માં અભયારણ્ય.
વન્‍ય પ્રાણીસૃષ્ટિ : વિવિધ પ્રકારના પરવાળાના ટાપુઓ, કાળા કોર્નલિયા નામના જળચળ જીવ વસે છે. ડોલ્ફિન માછલીનું કુદરતી આશ્રયસ્‍થાન. વિવિધ જળપંખી જોવા મળે છે.
સુવિધા : વનવિભાગ તરફથી પરવાળાના ટાપુઓ જોવા માટે યાત્રિંક બોટ.
શ્રેષ્‍ઠ સમય : ડિસેમ્‍બરથી મે મહિનો
રેલવે મથક : જામનગર.
વેળાવદર : કાળિયાર અભયારણ્ય 
સ્‍થળ : ભાવનગર જિલ્‍લો. ભાવનગરથી 65 કિ. મી.ના અંતરે વલભીપુરના રસ્‍તે અમદાવાદ-ભાવનગરની વચ્‍ચે.
વિસ્‍તાર : 18 ચોરસ કિ. મી.
વન્ય પ્રાણીસૃષ્ટિ : કાળિયાર, વરુ.
સુવિધા : ભાવનગર ખાતેનું અતિથિગૃહ ઉપરાંત પ્રવાસીઓ માટે વેળાવદર ખાતે વનવિભાગની એક લોંગ હટ છે. જમવાની પણ સગવડ છે.
શ્રેષ્‍ઠ સમય : નવેમ્‍બરથી મે મહિનો.
રેલવે મથક : ભાવનગર.
ઘુડખર અભયારણ્ય
સ્‍થળ : સુરેન્‍દ્રનગર/કચ્‍છ જિલ્લો, સુરેન્‍દ્રનગરથી 65 કિ. મી. હળવદ તરફ કચ્‍છના નાના રણમાં
વિસ્‍તાર : 4953 ચોરસ કિ. મી.
વન્‍ય પ્રાણીસૃષ્ટિ : જંગલી ગઘેડા, દીપડા, કાળિયાર, વરુ, નીલગાય, શિયાળ, જંગલી ડુક્કર તથા પક્ષીઓ.
સુવિધા : ધ્રાંગધ્રામાં સરકારી વિશ્રામગૃહો છે.
શ્રેષ્‍ઠ સમય : ફેબ્રુઆરીથી મે મહિનો.
રેલવે મથક : હળવદ
નળસરોવર પક્ષી અભયારણ્ય 
સ્‍થળ : સુરેન્‍દ્રનગર જિલ્‍લો, અમદાવાદ-સુરેન્‍દ્રનગરના રસ્‍તે સાણંદ પાસે 35 કિ. મી.
વિસ્‍તાર : 115 ચોરસ કિ. મી.
વન્ય પ્રાણીસૃષ્ટિ : યાયાવર જળચર પક્ષીઓ જેવાં કે વિવિધ પ્રકારનાં બગલાંઓ, બતકો, સ્‍પુનબીલ, બાજ અને સ્‍થળાંતરી પક્ષીઓની અનેક જાતો.
સુવિધા : પક્ષીનિરીક્ષણ માટે સરોવરમાં જવા નાની હોડીઓ. બાયનોક્યુલર પણ ભાડે મળી શકે છે.
શ્રેષ્‍ઠ સમય : નવેમ્‍બરથી ફેબ્રુઆરી.
રેલવે મથક : સાણંદ.
રતનમહાલ : રીંછ અભયારણ્ય
સ્‍થળ : પંચમહાલ જિલ્‍લો, લીમખેડા તાલુકો, બારિયાથી 45 કિ. મી.ના અંતરે છે.
વન્ય પ્રાણીસૃષ્ટિ : રીંછ, દીપડો, છીંકારાં, નીલગાય, ડુક્કર.
સુવિધા : પીપરગોટા, સાગટાળામાં અને બારિયામાં વનખાતાનાં વિશ્રામગૃહો તથા જાહેર બાંધકામ ખાતાનું વિશ્રામગૃહ.
શ્રેષ્‍ઠ સમય : ડિસેમ્‍બરથી માર્ચ.
રેલવે મથક : બારિયા અને પીપલોદ
જેસોર : રીંછ અભયારણ્ય 
સ્‍થળ : બનાસકાંઠા જિલ્‍લો, પાલનપુરથી 45 કિ. મી.ના અંતરે છે.
વિસ્‍તાર : 181 ચોરસ કિ. મી.
વન્ય પ્રાણીસૃષ્ટિ : રીંછ, દીપડો, સાંભર, નીલગાય, ભૂંડ, શાહુડી, પક્ષીઓ.
સુવિધા : અમીરગઢ ખાતે જાહેર બાંધકામ ખાતાનો સ્‍ટોર 10 કિ. મી. ના અંતરે તથા દાંતીવાડા સિંચાઈ નિરીક્ષણ બંગલો અને બાલારામ ખાતે હોલિડે હોમ 20 કિ. મી. ના અંતરે છે.
 
ડુખમલ : રીંછ અભયારણ્ય
સ્‍થળ : ભરૂચ જિલ્‍લો, ડેડિયાપડાથી 30 કિ. મી.
વિસ્‍તાર : 151 ચોરસ કિ. મી.
વન્‍ય પ્રાણીસૃષ્ટિ : રીંછ, દીપડા, સાબર, ચોશિંગા, ઝરખ, સસલું તથા વિવિધ પક્ષીઓ.
સુવિધા : ડેડિયાપાડાથી 30 કિ. મી.ના અંતરે છે. જાહેર બાંધકામખાતું અને પંચાયતનું વિશ્રામગૃહ છે.
શ્રેષ્‍ઠ સમય : નવેમ્‍બરથી માર્ચ.
રેલવે મથક : અંકલેશ્વર.
હિંગોલગઢ : પ્રાકૃતિક શિક્ષણ અભયારણ્ય
સ્‍થળ : રાજકોટ જિલ્‍લો.
જસદણથી 10 કિ. મી. ના અંતરે છે.
વિસ્‍તાર :7 ચોરસ કિ. મી.
વન્‍ય પ્રાણીસૃષ્ટિ : નીલગાય, છીંકારાં, સ્‍થળાંતરી પક્ષીઓ જેવાં કે હંજ, ફલેમિંગો વગેરે.
સુવિધા : જસદણમાં સરકારી ગેસ્‍ટ હાઉસ.
શ્રેષ્‍ઠ સમય : નવેમ્‍બરથી માર્ચ.
રેલવે મથક : રાજકોટ-જસદણ
.


Sahityakar and Tena upnam

 

સાહિત્યકાર અને તેમના ઉપનામ


ગુજરાતના કેટલાક પ્રસિદ્ધ કવિ-લેખક-સાહિત્યકાર અને તેમના ઉપનામ

ગુજરાતના કેટલાક પ્રસિદ્ધ કવિ-લેખક-સાહિત્યકાર અને તેમના ઉપનામ
ઉપનામ — કવિ-લેખક-સાહિત્યકાર
૧. ઝીપ્સી- કિશનસિંહ ચાવડા
૨. કલાપી- સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ
૩. ઉશનસ- નટવરલાલ પંડ્યા
૪. સુન્દરમ- ત્રિભોવનદાસ લુહાર
૫. દર્શક- મનુભાઈ પંચોલી
૬. શેષ, સ્વૈર વિહારી,દ્વિરેફ-રામનારાયણ વી. પાઠક
૭. શૂન્ય- અલીખાન બલોચ
૮. બેકાર- ઈબ્રાહીમ પટેલ
૯. સેહેની- બળવંતરાય ક. ઠાકોર
૧૦. અગ્નેય- સચ્ચિદાનંદ વાત્સ્યાયન
૧૧. ચકોર- બંસીલાલ વર્મા
૧૨. ચાંદામામા- ચંદ્રવદન ચીમનલાલ મેહતા
૧૩. ધૂમકેતુ- ગૌરીશંકર ગોવર્ધનરામ જોશીં
૧૪. કાકાસાહેબ- દત્તાત્રેય કાલેલકર
૧૫. પુનર્વસુ- લાભશંકર ઠાકર
૧૬. બેફામ- બરકતઅલી વિરાણી
૧૭. સોપાન- મોહનલાલ મેહતા
૧૮. ઉપવાસી- ભોગીલાલ ગાંધી
૧૯. સ્નેહરશ્મિ- ઝીણાભાઈ દેસાઈ
૨૦. પ્રિયદર્શી- મધુસુદન પારેખ
૨૧. સયદા- હરજી લવજી દામાણી
૨૨. બળ, મસ્ત- બાલાશંકર કંથારીયા
૨૩. કવિ કાન્ત- મણિશંકર રત્નજી ભટ્ટ
૨૪. ઠોઠ નિશાળીયો- બકુલ ત્રિપાઠી
૨૫. નિરાલા સૂર્યકાંત ત્રિપાઠી
૨૬. વનમાળી વાંકો- દેવેન્દ્ર ઓઝા
૨૭. લલિત- જમનાશંકર બુચ
૨૮. પ્રેમ ભક્તિ- કવિ ન્હાનાલાલ
૨૯. જાય ભીખુ- બાલાભાઈ દેસાઈ
૩૦. પતીલ- મગનલાલ પટેલ
૩૧. મરીઝ- અબ્બાસી અબ્દુલ વલી
૩૨. વાસુકી, શ્રવણ- ઉમાશંકર જોશી
૩૩. મકરંદ- રમણભાઈ નીલકંઠ
૩૪. સૌનિક- અનંતરાય રાવળ
૩૫. સત્યમ- શાંતિલાલ શાહ
૩૬. વૈશમ્પાયન- કરસનદાસ માણેક
૩૭. સાહિત્ય પ્રિય- ચુનીલાલ શાહ
૩૮. મૂછાળી મા- ગીજુભાઈ બધેકા

Gujarat ni safar

 

ગુજરાતની સફરે


ગુજરાતની સફરે
દાંડી:
6 એપ્રિલ, 1930ના રોજ નવસારીથી પશ્ચિમે દક્ષિ‍‍ણ ગુજરાતના દરિયાકાંઠે આવેલ દાંડીના સમુદ્રતટે ગાંધી બાપુએ ચપટી મીઠું ઉપાડ્યું, સવિનય કાનૂન ભંગ કર્યો અને બ્રિટિશ શાસનની ઊંઘ ઊડી ગઈ.
બારડોલી :
સુરતથી 34 કિમી દૂર પૂર્વમાં આવેલું આ ઐતિહાસિક સ્થળ સરદાર પટેલના ‘ના-કર‘ સત્યાાગ્રહની સ્મૃથતિઓ સંગ્રહીને બેઠું છે. અહીંના ‘સરદાર સ્વરાજ આશ્રમ‘માં ગાંધી વિચારધારાને લગતી પ્રવૃત્તિઓ ચાલે છે. અહીંની સહકારી પ્રવૃત્તિઓએ દેશને નવીન માર્ગ ચીંધ્યો છે.
વેડછી :
બારડોલીની પૂર્વમાં આવેલા વેડછીમાં ગાંધીજીના અંતેવાસી જુગતરામભાઈનો આશ્રમ દર્શનીય છે. ત્યાં તેમણે આદિવાસી અને પછાત પ્રજાના શિક્ષણ અને ઉત્થાનની પ્રવૃત્તિ આરંભી અને વિકસાવી.
સુરત :
તાપી નદીના કિનારે વસેલું સુરત એક સમયે પશ્ચિમ ભારતનું મહત્વનું બંદર હતું અને દેશપરદેશનાં વહાણો પર 84 બંદરના વાવટા ફરકતા એમ કહેવાય છે. આજે ઔદ્યોગિક શહેર તરીકે એની પ્રતિષ્ઠા વધતી જાય છે. સને 1994 ના ઓકટોબરમાં પ્લેગની બિમારી ફાટી નીકળી ત્યાં સુધી સુરત ‘ગંદામાં ગંદું શહેર‘ કહેવાતું. જોકે માત્ર બે વર્ષના ગાળામાં સુરતે પોતાનું કલંક ભૂંસી નાખ્યું અને 1996 ના સર્વેક્ષણ પ્રમાણે ‘ભારતના બીજા નંબરના સ્વચ્છ શહેર‘ તરીકેની નામના પ્રાપ્ત કરી. અને સુરત ખૂબસુરત બન્યું.
પુરાણા સુરતની એક તરફ તાપી વહેતી હતી અને બાકીની ત્રણ બાજુએ માટીનો બનેલો કોટ હતો. શિવાજીના આક્રમણ બાદ આ કોટ ઈંટોથી બનાવવામાં આવ્યો્ હતો.
‘નર્મદ સાહિત્યા સભા‘ની પ્રવૃત્તિઓથી કવિ નર્મદની સ્મૃતિઓ જળવાઈ રહી છે. બાપાલાલ ગ. વૈદ્ય જેવા આયુર્વેદાચાર્યની પ્રવૃત્તિએ ‘આત્માનંદ ફાર્મસી‘ આપી છે. મોગલ સમયમાં મક્કા હજ કરવા જતા યાત્રીઓની સવલતો માટે ‘મુગલસરાઈ‘ નામની જગ્યા હતી. તેથી સુરત ‘મક્કા બંદર‘, ‘મક્કાબારી‘ અથવા ‘બાબુલ મક્કા‘ તરીકે પણ ઓળખાતું.
એન્ડુઝ લાઇબ્રેરીમાં 150 – 300 વર્ષ જૂનાં અમૂલ્ય પુસ્તકો છે. બેનમૂન કલાકૃતિને ઐતિહાસિક સામગ્રી ધરાવતું વિન્ચેેસ્ટર મ્યુઝિયમ અત્યારે સરદાર સંગ્રહાલય તરીકે જાણીતું છે.
સુરત ટેકસટાઇલ માર્કેટ એશિયાભરમાં વિખ્યાત છે. તેમાં સૌથી વધુ આકર્ષક છે 50 મીટર ઊંચાઈવાળું ફરતું રેસ્ટો્રાં. નવેમ્બર- ડિસેમ્બરમાં હજારો શોખીનો નદીના કાંઠે આવેલ પોંકનગરમાં પોંકની લિજ્જત માણે છે.
અહીંનું ચિંતામણી પાર્શ્વનાથનું દેરાસર ઘણું જૂનું છે. આ ઉપરાંત ગોપીપુરાનું આગમ મંદિર પણ જોવાલાયક છે. વૈશ્ણવાચાર્ય શ્રી વલ્લુભાચાર્યની ષષ્ઠપપીઠ નોંધપાત્ર છે. અશ્વિનીકુમારના ઘાટનો અક્ષયવડ કર્ણને લગતી પૌરાણિક કથા સાથે સંકળાયેલો ગણાય છે. હીરા, મોતી, ઝવેરાત અને જરીના ઉદ્યોગ ઉપરાંત આર્ટ સિલ્કા પાવરલૂમ્સગ અને મિલોનો ઘણો વિકાસ થયો છે. ઉતરાણનું પાવરહાઉસ, સુમૂલ ડેરી, હજીરાનું ખાતરનું જંગી કારખાનું અને મગદલ્લા બંદરના વિકાસે સુરતને સમૃદ્ધ બનાવ્યું છે.‘સુરતનું જમણ‘, ‘ઘારી તો સુરતની‘, ‘ઉંધિયું‘ અને ‘ભૂસું‘ એ સુરતની પ્રજાની રસિકતા વ્યવકત કરે છે.
અતુલ :
વલસાડ પાસે ‘અતુલ‘ નું પ્રખ્યાંત રંગ-રસાયણ અને દવાઓનું વિશાળ કારખાનું છે. આ કારખાનું ઉદ્યોગપતિ કસ્તુરભાઈ લાલભાઈના કુટુંબનું છે.
ડુમસ :
સુરતથી આશરે 15 કિમી દૂર દરિયાકિનારે ડુમસ આવેલું છે. આ એક વિહારધામ છે. નજીકમાં ભીમપોર અને સુલતાનાબાદ નામનાં વિહારધામો છે. તાપી નદી અને દરિયાનો સંગમ ડુમસ નજીક થાય છે.
હજીરા :
સુરતથી આશરે 25 કિમી દૂર હજીરા એના જહાજવાડા અને ખાતરસંકુલ યોજના માટે પ્રખ્યાત છે. કૃભકો, એસ્સાર, લાર્સન એન્ડ ટુબ્રો તથા રિલાયન્સ કંપનીઓનાં વિશાળ ઉત્પાદન કેન્દ્રો છે. ઢૂવા ગામે એક અંગ્રેજ ડૂબી ગયા પછી તેનો હજીરો બનાવ્યો્ હતો તેથી તેનું નામ હજીરા પડયું છે.
કાકરાપાર :
અહીં તાપી નદી ઉપર એક બંધ બાંધવામાં આવ્યો છે. હાલમાં અહીં એક અણુશક્તિ ઉત્પાદન મથક શરૂ થયું છે.
સોનગઢ :
ગાયકવાડની ગાદીની સ્થાપના પહેલાં અહીં અને પછી વડોદરા થઈ.
ઉકાઈ :
સુરતથી 100 કિમી દૂર તાપી નદી પર આવેલ ઉકાઈ યોજના મોટી બહુહેતુક યોજના છે. ત્યાંા એક કૃત્રિમ વિશાળ સરોવર તૈયાર કરવામાં આવ્યું છે.
ઉભરાટ :
લીલી વનરાજિ અને દરિયાકિનારાના સૌંદર્યથી મઢાયેલું ઉભરાટ દક્ષિ‍ણ ગુજરાતનું સુંદર વિહારધામ છે. સરુ અને તાડનાં ઊંચાં ઝાડ આ સ્થળની વિશેષતા છે.
વલસાડ :
વલસાડ જિલ્લાનું મુખ્ય મથક છે. નજીકમાં ઔરંગા નદી વહે છે. જેમાં વહાણ મારફતે વાંસ, લાકડાં અને શ્રીફળ આવે છે. રેલવેનું મોટું વર્કશોપ તથા રેલવે સુરક્ષાદળનું તાલીમકેન્દ્ર છે.
તીથલ :
લગભગ વલસાડનું પરું બની ગયેલું તીથલ દરિયાકિનારે આવેલું હવા ખાવાનું સ્થળ છે. કિનારે સાંઈબાબાનું મંદિર જોવાલાયક છે.
સંજાણ :
ઈરાન છોડીને ભારત આવેલાં પારસી કોમનાં કેટલાંક કુટુંબોને સૌપ્રથમ સંજાણના રાજાએ રક્ષણ આપ્યું હતું. સંજાણની આસપાસ ચીકુ, આંબાના પુષ્કળ વૃક્ષ છે.
ઉદવાડા :
પારસીઓનું પવિત્ર તીર્થધામ છે. ઈરાનમાંથી લાવેલ અગ્નિજ્યોત (આતશ બહેરામ) નિરંતર પ્રજ્વલિત રાખવામાં આવી છે.
વાપી :
છેલ્લા થોડાંક વર્ષોમાં વાપીએ ઔદ્યોગિક ક્ષેત્રે હરણફાળ ભરી છે. પરંતુ કારખાનાંઓ ઘણું કરીને રસાયણના હોઈ આ વિસ્તાકરમાં પ્રદૂષણનો મોટો ભય ઊભો થયો છે.
દમણ :
ભૂતપૂર્વ પોર્ટુગીઝ સંસ્થાન આજે કેન્દ્રસરકાર સંચાલિત પ્રદેશ છે. દમણના કિનારાની રેતી ભૂખરી અને ઝાંખા રંગની છે. દમણની મધ્યમાંથી દમણગંગા નદી વહે છે અને નગરને બે ભાગમાં વહેંચે છે. દક્ષિ‍ણ ભાગમાં ‘સે કેથેડ્રલ‘ નામનું મોટું દેવળ છે. નાની દમણમાં ‘ફોર્ટ ઓફ સેન્ટે જેરોમી‘ કિલ્લો છે.
દાદરા-નગર હવેલી :
500 ચો કિમીથી પણ ઓછો વિસ્તાંર ધરાવતો આ કેન્દ્ર શાસિત પ્રદેશ એક બાબતમાં વિરલ છે. 1954 માં આ પ્રદેશને પોર્ટુ‍ગીઝોના શાસનથી મુક્ત કરાયો ત્યા્રથી 1961 સુધી આ પ્રદેશ પર લોકોનું રાજ રહ્યું હતું.
ઉનાઈ :
ગરમ પાણીના કુંડ માટે જાણીતું ઉનાઈ એક આરોગ્ય ધામ છે.
બિલીમોરા :
અહીંનું સોમનાથ મહાદેવનું મંદિર અતિ પ્રસિદ્ધ છે. રાચરચીલાંનાં કારખાનાં વિકસ્યાં છે.
નવસારી :
નવસારી પૂર્ણા નદીના કિનારે વસેલું ગાયકવાડી નગર છે. કાપડની મિલો, વાસણનાં કારખાનાં તથા હીરાનો ઉદ્યોગ વિકાસ પામ્યાં છે. નવસૈયદ પીરની મઝાર હિન્દું – મુસ્લિમોમાં પ્રસિદ્ધ છે.
નારગોળ :
પ્રખ્યાત વિહારધામ છે. દરિયાકિનારાનું આ સૌંદર્યધામ દક્ષિ‍ણ ગુજરાતનું પંચગીની – મહાબળેશ્વર ગણાય છે.
સાપુતારા :
સહ્યાદ્રી પર્વતમાળાના પશ્ચિમ છેડે દરિયાની સપાટીથી આશરે 2900 ફૂટની ઊંચાઈએ આવેલ સાપુતારા આયોજનપૂર્વક વિકાસ પામેલું ગિરિમથક છે. અહીં બે તરફ પાણીથી વીંટળાયેલો દ્વીપકલ્પ બાગ છે. ‘રોઝ ગાર્ડન‘ અને ત્રિફળા બાગ પણ જોવા જેવો છે. મધમાખી ઉછેર કેન્દ્રો નો વ્યાપારિક ધોરણે વિકાસ થઈ રહ્યો છે.
આહવા :
ડાંગનું મુખ્ય શહેર છે. દરિયાની સપાટીથી આશરે 1800 ફૂટની ઊંચાઈએ આવેલું છે. ડાંગ દરબાર ડાંગી પ્રજાનો સૌથી મોટો લોક-ઉત્સવ છે. હોળી (શિમગા)ના સાતેક દિવસ અગાઉ જૂના ડાંગીરાજા અગ્નિ પેટાવે છે જેને સતત 168 કલાક સુધી જલતો રાખવામાં આવે છે.
ભરૂચ :
ભૃગુઋષિએ આ નગર વસાવ્યું હોવાથી એનું નામ ભૃગુકચ્છ અથવા ભૃગુતીર્થ પડયું હતું. પાછળથી અપભ્રંશ થઈને ભરૂચ થઈ ગયું. નર્મદાના પૂરને કારણે વારંવાર જર્જરિત થઈ ગયેલું ભરૂચ, નર્મદાબંધને કારણે સુરક્ષિ‍ત થતું જાય છે. ફર્ટિલાઇઝર, સિમેન્ટ વગેરેનાં મોટાં કારખાનાંથી ભરૂચ સમૃદ્ધિ તરફ જઈ રહ્યું છે. મૂળ‘ગોલ્ડન બ્રિજ‘ અંગ્રેજોએ ઈ. સ. 1881 માં બંધાવેલો.
શુકલતીર્થ :
ભરૂચથી 16 કિમી દૂર આવેલું શુકલતીર્થ યાત્રાધામ છે. અહીં દર કાર્તિકી પૂનમે નર્મદા નદીના કાંઠે મેળો ભરાય છે. આ સ્થળ વિહારધામ તરીકે વિકસી રહ્યું છે.
કબીરવડ :
શુકલતીર્થની નજીક, નર્મદાના પટની મધ્યમાં આ વિશાળ વડ આવેલો છે. માન્યતા એવી છે કે કબીરજીએ ભારતભ્રમણ દરમિયાન દાતણ ફેંકયું જેમાંથી આ વડ ઊગી નીકળ્યો. વડનું મૂળ થડ શોધવું મુશ્કે્લ છે. આ વડ આશરે 600 વર્ષ જૂનો હોવાનું અનુમાન છે.
રાજપીપળા :
રજવાડાની રાજધાનીનું શહેર છે. અહીંનો હજાર બારીવાળો રાજમહેલ જોવાલાયક છે. આ સ્થળ તેની રમણીયતાને કારણે ગુજરાતી ફિલ્મોનાં શુટિંગનું સ્થાન બની ગયું છે.
અંકલેશ્વર :
ભરૂચથી 12 કિમી દક્ષિ‍ણે આવેલું અંકલેશ્વર ખનિજ તેલ માટે જાણીતું છે. ગુજરાતમાં સૌથી સારું અને સૌથી વધુ તેલ આપનારું તેલક્ષેત્ર છે. અહીંથી નીકળતું તેલ શુદ્ધ થવા વડોદરા પાસેની કોયલી રિફાઇનરીમાં મોકલવામાં આવે છે.
ભાડભૂત :
ભરૂચથી આશરે 23 કિમી દૂર આવેલા આ ધાર્મિક સ્થળે દર 18 વર્ષે કુંભમેળો ભરાય છે.
કરજણ :
રંગઅવધૂત મહારાજનો આશ્રમ અહીં છે.
બોચાસણ :
અક્ષર પુરુષોતમ સંસ્થારનું વડું મથક બોચારણ બોરસદ – તારાપુર માર્ગ પર આવેલું છે.
ડાકોર :
નડિયાદથી લગભગ 40 કિમી પૂર્વે આવેલું ડાકોર-મૂળ ડંકપુર-કૃષ્ણુભક્તોનું મોટું ધામ છે. સુપ્રસિદ્ધ ડાકોરનું મંદિર ઈ. સ. 1828 માં શ્રી ગોપાળરાવ જગન્નાપથ તામ્વેકરે વૈદિક વિધિથી બંધાવ્યું હતું તેવા લેખ મળે છે. આ મંદિરને 8 ધુમ્મ્ટ છે અને 24 શિખરો છે. નિજમંદિરમાં બિરાજતી મૂર્તિ સાડા ત્રણ ફૂટી ઊંચી અને દોઢ ફૂટ પહોળી છે. આખી મૂર્તિ કાળા કસોટી પથ્થરની બનેલી છે. અને તે 11 મી સદીની હોવાનું મનાય છે.
ગળતેશ્વર :
ડાકોરથી 16 કિમી દૂર મહી કાંઠે આવેલું સોલંકીયુગનું આ શિવાલય જોવા જેવું છે. મહી અને ગળતી નદીનું આ સંગમતીર્થ એક પિકનિક સ્થકળ બન્યું છે.
કપડવંજ :
કપડવંજ જૂનું ઐતિહાસિક સ્થાન છે. અહીંની કુંકાવાવ જાણીતી છે. કપડવંજના કીર્તિસ્તંભ (તોરણ) પ્રાચીન યુગની કીર્તિગાથા ગાતાં અકબંધ ઊભાં છે.
ઉત્કંઠેશ્વર :
કપડવંજથી દસેક કિમી દૂર વાત્રક કાંઠે ઉત્કંઠેશ્વરનું શિવાલય છે. 108 પગથિયાં ચઢતાં જમણી બાજુએ ગોખ છે. તેમાં શ્રી જગદંબાનું સ્થાંનક છે. અહીં વિવિધ સ્થાનેથી લોકો વાળ ઉતરાવવા આવે છે.
શામળાજી :
સાબરકાંઠા જિલ્લામાં ડુંગરો વચ્ચે મેશ્વો નદીના કિનારે આવેલું આ વેશ્ણવતીર્થ શિલ્પાસૌંદર્યની ર્દષ્ટિએ અવલોકનીય છે. અહીં ચતુર્ભુજ વિષ્ણુંની ગદા ધારણ કરેલ શ્યાલમ મૂર્તિ વિરાજે છે એટલે આ સ્થળ ગદાધરપૂરી પણ કહેવાય છે. દર કારતક સુદ પૂનમે યોજાતા અહીંના મેળામાં જાતજાતના પશુઓની લે-વેચ થાય છે.
ઈડર :
હિંમતનગરની ઉત્તરે ઈડર ગામમાં જ લગભગ 800 ફૂટ ઊંચો ડુંગર છે. એક વાર આ ગઢ જીતવો એટલું કપરું ગણાતું કે ‘ઈડરિયો ગઢ જીત્યા‘ એવી લોકોક્તિ પ્રચલિત થઈ.
ખેડબ્રહ્મા :
હિંમતનગરથી 57 કિમીના અંતરે આવેલ ખેડબ્રહ્મામાં હિરણાક્ષી નદીના કાંઠે ચતુર્મુખ બ્રહ્માજીનું વિરલ મંદિર આવેલું છે. નજીકમાં ભૃગુઋષિના આશ્રમ તરીકે ઓળખાતા આશ્રમની નજીક હિરણાક્ષી, ભીમાક્ષી અને કોસાંબી નદીઓનો સંગમ થાય છે.
મહેસાણા :
મહેસાણાની ભેંસો વખણાય છે અને અહીંની ‘દૂધસાગર‘ ડેરી જાણીતી છે. અમદાવાદ – દિલ્લી હાઈવે પર મહેસાણા આવતાં પહેલા ‘શંકુઝ‘ વોટરપાર્ક પર્યટકો માટે મનોરંજનના સ્થળ તરીકે પ્રસિદ્ધ થયો છે.
પાટણ :
સરસ્વતી નદીના તટે વસેલું આ એક વખતનું મહાનગર ગુજરાતની રાજધાની હતું. પાટણ એટલે ‘પતન – શહેર‘. આનું મૂળ નામ અણહિલપુર પાટણ હતું. લગભગ હજાર વર્ષ પહેલાં બંધાયેલ સહસ્ત્રતલિંગ તળાવના અવશેષો પરથી તેની વિશાળતા, કારીગરી અને ભવ્યતાનો પરિચય મળે છે. શિલ્પ સ્થાપત્યની ભવ્યતાનું દર્શન કરાવતી રાણકી વાવ સુવિખ્યાત છે. પાટણમાં અનેક સુંદર જિનાલયો છે તથા 800 – 1000 પુરાણા અલભ્ય ગ્રંથો સચવાયા છે.
સિદ્ધપુર :
માતૃશ્રાદ્ધ માટે જાણીતું સિદ્ધપુર સરસ્વ્તી નદીને કિનારે આવેલું છે. પરંતુ સિદ્ધપુરની ખ્યાતિ તેના રુદ્રમહાલયને કારણે છે. જેના 1600 માંથી આજે માત્ર ચારેક થાંભલા અને ઉપર કમાન જેવું થોડુંક બચ્યું છે. સિ‍દ્ધપુરથી થોડે દૂર 12 * 12 મીટરનો એક કુંડ છે જે બિંદુ સરોવર નામે ઓળખાય છે.
તારંગા :
મહેસાણા જિલ્લાંની ઉત્તરે આવેલું જૈનોનું આ યાત્રાધામ 1200 ફૂટ ઊંચા અત્યંત રમણીય ડુંગર પર આવેલું છે.
મોઢેરા :
ભારતમાં માત્ર બે સૂર્યમંદિરો છે. એક કોણાર્ક (ઓરિસ્સા*)માં અને બીજું મોઢેરામાં. પુષ્પાવતી નદીને કિનારે આવેલું આ મંદિર ઈ. સ. 1026-27 માં રાજા ભીમદેવના સમયમાં બંધાયું છે.
વડનગર :
મહેસાણાથી 30 કિમી દૂર આવેલા બે પથ્થરના તોરણો શિલ્પકળા અને વાસ્તુકળાના પ્રતીક તરીકે ભારતભરમાં વિખ્યા3ત છે. દીપક રાગ ગાયા પછી તાનસેનના શરીરમાં થયેલા દાહનું શમન અહીંની બે સંગીતજ્ઞ બહેનો તાના અને રીરીએ મલ્હાર રાગ છેડીને કર્યું હતું.
બાલારામ :
બનાસકાંઠા જિલ્લાનું આ એક ઉત્તમ પ્રાકૃતિક સૌંદર્યધામ છે. તે ટેકરી પર આવેલું છે.
અંબાજી :
ગુજરાતની ઉત્તર સરહદે અરવલ્લીંની પર્વતમાળામાં આરાસુર ડુંગર પર અંબાજીનું સુપ્રસિદ્ધ મંદિર આવેલું છે. ઉપરાંત આસપાસના જંગલોની પેદાશ લાખ, ખેર, મીણ, મધ, ગૂગળ વગેરેનું પણ બજાર છે. અંબાજીનું વિશેષ આકર્ષણ તેની નજીક આવેલો ગબ્બર પહાડ છે. ગબ્બરની ટોચ પર માતાજીનું મંદિર આવેલું છે.
ભુજ :
કચ્છનું મુખ્ય મથક ભુજ 580 ફૂટ ઊંચા ભૂજિયા ડુંગરની તળેટીમાં આવેલું લગભગ 500 વર્ષ પુરાણું નગર છે. સીમાંત નગર હોઈ લશ્કરી છાવણી અને હવાઈ મથક વગેરે અહીં વિકસ્યાં છે. વાંકીચૂકી ગલીઓવાળા ભુજમાં ખાસ જોવાલાયક છે આયનામહલ, મહારાવ લખપતજીની સુંદર કોતરણીવાળી છત્રીઓ, તળાવ અને તેમાં માઈલો દૂરથી પાણી લાવતી ભૂગર્ભ નહેર. કચ્છની કલાનું શિખર એટલે આયના મહલ.
અંજાર :
ભુજથી પૂર્વ-દક્ષિ‍ણે આવેલું અંજાર પાણીદાર છરી-ચપ્પાં , સૂડીઓના ઉદ્યોગ તથા બાંધણી કળા માટે જાણીતું છે. જળેશ્વર મહાદેવ તથા જેસલ-તોરલની સમાધિ વિખ્યાત છે. અંજારથી લગભગ 4 કિમીના અંતરે જંગલી ગધેડા (ઘુડખર) ફેબ્રુઆરીથી જૂન સુધીમાં જોઈ શકાય છે.
ધીણોધરનો ડુંગર :
ભુજથી આશરે 60 કિમી દૂર આવેલો આ ડુંગર દાદા ગોરખનાથની તપોભૂમિ તરીકે પ્રખ્યાત છે. ડુંગર લગભગ 1250 ફૂટ ઊંચો છે. આ ડુંગરમાં થાન મઠ આવેલો છે કે જે પીર અને યોગીઓની રહેવાની જગ્યા છે.
વેમુ :
કચ્છ ના મોટા રણની દક્ષિ‍ણ સરહદે એક નાનું ગામ છે. છેલ્લાં 250 વર્ષોથી આ ગામના લોકો પોતાના મુખીની શહાદતનો શોક પાળી રહ્યાં છે.
નારાયણ સરોવર :
ભારતનાં પાંચ મુખ્ય પવિત્ર સરોવરોમાં નારાયણ સરોવરની ગણના થાય છે. આ સ્થળ વૈષ્ણવ ધર્મીઓનુ યાત્રાધામ છે.
મુંદ્રા :
મુંદ્રા વાડી – બગીચા અને તંદુરસ્ત આબોહવાને કારણે કચ્છના લીલા પ્રદેશ તરીકે ઓળખાય છે. અહીં ખારેકનું ઉત્પાદન પુષ્કળ પ્રમાણમાં થાય છે.
માંડવી :
ભુજથી દક્ષિ‍ણ-પશ્ચિમમાં આશરે 60 કિમીના અંતરે માંડવી (મડઈ) બંદર તરીકે વિકાસ પામી રહેલું સ્થળ છે. માંડવીનો કિનારો ખૂબ રળિયામણો હોવાથી એક ટીબી સેનેટોરિયમ પણ છે. પવનચક્કીથી વીજળીનું વ્યાપારી ધોરણે ઉત્પાદન થાય છે.
ધોળાવીરા :
ઈ. સ. 1967-68 માં ભચાઉ તાલુકામાં ધોળાવીરા ટીંબાની પ્રથમ જાણ થઈ. પુરાતન તત્વના શોધ કાર્ય પ્રમાણે આ સ્થનળે 4500 વર્ષ પહેલાં એક વિશાળ અને ભવ્ય નગર હતું.
કંડલા :
કચ્છનું આ બંદર અર્વાચીન પણ ભારતનાં અગત્યનાં બંદરોમાંનું એક બની રહ્યું છે. તે ફ્રી પોર્ટ છે.
વઢવાણ :
વઢવાણ (જૂના સમયનું વર્ધમાનપુર) અને આધુનિક સુરેન્દ્ર નગરની વચ્ચે ભોગાવો નદી વહે છે. ગામમાં સુંદર – શિલ્પસ્થાપત્યભરી માધાવાવ છે. સતી રાણકદેવીની દેરી પ્રખ્યાત છે. વઢવાણ સૌરાષ્ટ્રંનો દરવાજો કહેવાય છે. આઝાદી પછી ભારતમાં સૌપ્રથમ વિલીન થનારું રાજ્ય વઢવાણ હતું.
ચોટીલા :
ઝવેરચંદ મેઘાણીનું ચોટીલા સુરેન્દ્રનગરથી 57 કિમી દૂર ડુંગર પર આવેલું છે. ડુંગરની ટોચ પર ચામુંડાદેવીનું મંદિર છે.
તરણેતર :
તરણેતર એ ત્રિનેત્ર શબ્દાનું અપભ્રંશ છે. રાજકોટથી ઉત્તર-પૂર્વમાં 65 કિમી દૂર આવેલું તરણેતર એના મેળા માટે વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. હાલનું મંદિર ઈ. સ. 1902 માં બંધાયું હતું.
ગાંધીનગર :
સને 1964-65 માં ગાંધીનગર ગુજરાતની નવી રાજધાનીનું શહેર બન્યું આખું નગર જ નવેસરથી વસાવાયું. ચંડીગઢના સ્થપતિ લા કાર્બુઝિયેરના નગરયોજના પર ગાંધીનગરની આયોજન-કલ્પના કરવામાં આવી. આખું શહેર 30 સેકટરમાં વિભાજિત કરવામાં આવ્યું. વિધાનસભાનું સ્થાપત્ય કલાત્મંક છે. શહેરમાં સુંદર બગીચાઓ ઉપરાંત લાખો વૃક્ષો ઉગાડાયાં છે.
ગાંધીનગરનું અનોખું આકર્ષણ છે. અક્ષરધામ. ભગવાન શ્રી સ્વાંમીનારાયણની સ્મૃતિમાં સર્જાયેલું આ સંસ્કૃતિ તીર્થ કુલ 23 એકર ધરતી પર પથરાયેલું છે. છ વર્ષના સમયગાળામાં બંધાયેલું આ મંદિર 108 ફૂટ ઊંચું, 240 ફૂટ લાંબું અને 131 ફૂટ પહોળું છે. મંદિરના મધ્યંસ્થ ખંડમાં ભગવાન સ્વામીનારાયણની સાત ફૂટ ઊંચી સુવર્ણમંડિત મૂર્તિ બિરાજમાન છે.
અડાલજ :
ગાંધીનગરથી અમદાવાદના રસ્તે 10 કિમીના અંતરે અડાલજ ગામની ઐંતિહાસિક વાવનું સ્થાપત્ય્ વિશ્વના પ્રવાસીઓનું આકર્ષણ બન્યું છે. આ વાવ રાણી રુદાબાઈએ તેના પતિ રાજા વીરસિંહની યાદમાં સને 1499 માં બંધાવી હતી. તેને 5 માળ છે. વાવની કુલ લંબાઈ 84 મીટર જેટલી છે.
લોથલ :
અમદાવાદની પશ્ચિમે 84 કિમીના અંતરે આવેલા લોથલમાંથી હડપ્પા સંસ્કૃતિના લગભગ ચાર હજાર વર્ષ પૂર્વેના અવશેષો મળી આવ્યા છે. આ સમૃદ્ધ બંદરનો નાશ પૂરને કારણે થયો હોવાનું મનાય છે.
ધોળકા :
લોથલની પૂર્વે આવેલા ધોળકા ગામમાં મીનળદેવીએ બંધાવેલું મલાવ તળાવ છે. ધોળકા જામફળની વાડીઓ માટે જાણીતું છે. ત્યાંથી દક્ષિ‍ણ-પૂર્વમાં અમદાવાદ-ખેડા જિલ્લાઆની સરહદે ત્રણ નદીઓનાં સંગમ સ્થળે વૌઠાનો મેળો ભરાય છે.
નળ સરોવર :
અમદાવાદથી દક્ષિ‍ણ-પશ્ચિમે આશરે 60 કિમીના અંતરે આવેલું નળ સરોવર આશરે 115 ચો કિમીનો ઘેરાવો ધરાવે છે. વચમાં આશરે 350 જેટલા નાના બેટ છે. નળ સરોવરનું આંતરરાષ્ટ્રીય મહત્વ છે, કારણ કે શિયાળા દરમિયાન દેશપરદેશનાં પક્ષીઓનાં ટોળેટોળાં આવે છે. આમાં સૂરખાબનું આકર્ષણ વધુ રહે છે.
અમદાવાદ :
સાબરમતીના કિનારે આશાવલ અને કર્ણાવતી નામનાં બે નગરો હતાં. ત્યારથી શરૂ થઈને અર્વાચીન અમદાવાદ સુધીનો એક રાજકીય અને સાંસ્કૃંતિક ઈતિહાસ છે. સને 1411ના એપ્રિલ માસની પહેલી તારીખે અહમદ શાહે પ્રથમ ઈંટ મૂકી શહેરનું નિર્માણ શરૂ કર્યું. અમદાવાદમાં બે કિલ્લા છે : ભદ્રનો અને ગાયકવાડની હવેલીનો. ત્રણ દરવાજાની અંદર જતાં જમણે હાથે વિશાળ જામા મસ્જિદ આવેલી છે જે સને 1423 માં બંધાયેલી. આ સિવાય ઝકરિયા મસ્જિદ, રાણી રૂપમતીની મસ્જિદ પણ પ્રખ્યાત છે. સને 1572 માં બંધાયેલી સીદી સૈયદની જાળીઓ વિશ્વવિખ્યા્ત છે. કુતુબુદ્દીન હૌજે કુતુબ તળાવ 1451 માં બંધાવેલું જે આજે કાંકરિયા તળાવ તરીકે ઓળખાય છે. 76 એકર જેટલી જમીન રોકતા આ તળાવનો ઘેરાવો લગભગ 2 કિમી જેટલો છે તથા વ્યા્સ 650 મીટર છે. વચમાં આવેલી નગીનાવાડી તેની સુંદરતામાં વધારો કરે છે. કુશળ પ્રાણીવિદ્દ રૂબીન ડેવિડના પ્રયાસોથી કાંકરિયાની આસપાસની ટેકરીઓ પર વિકસેલા બાળક્રીડાંગણ, પ્રાણીસંગ્રહ, જળચરસંગ્રહ ગુજરાતનું આગવું ગૌરવ ગણાય છે. સને 1450 માં સીદી બશીરની મસ્જિદના ઝૂલતા મિનારાઓની રચના થઈ.
1850માં દિલ્લી દરવાજા બહાર પ્રેમચંદ સલાટે સફેદ આરસનું હઠીસિંગનું જિનાલય રચ્યું. બીજાં ધર્મસ્થાનોમાં પાંડુરંગ આઠવલેજીનું ભાવનિર્ઝરમાંનું યોગેશ્વરનું મંદિર, ચિન્મય મિશન, હરેકૃષ્ણા સંપ્રદાયનું ઇસ્કોન મંદિર અને સોલા ખાતે ભાગવત વિદ્યાપીઠ છે.
નૃત્યક્ષેત્રે શ્રીમતી મૃણાલિની સારાભાઈની દર્પણ સંસ્થા અને કુમુદિની લાખિયાની કદંબ સંસ્થાકામ કરી રહી છે. સ્થાપત્ય શિક્ષણક્ષેત્રે સ્કૂલ ઓફ આર્કિટેકચર, કલાનો રોજિંદા જીવન સાથે સંદર્ભ રચતી એન.આઈ.ડી. અને ઉદ્યોગ સંચાલનના શિક્ષણ માટેની આઈ. આઈ. એમ. ભારતભરની બેનમૂન સંસ્થાઓ છે. ગાંધીજીએ સ્થાપેલી ગુજરાત વિદ્યાપીઠ સ્વતંત્ર વિદ્યાપીઠ તરીકે ગાંધી વિચારને કેન્દ્રમાં રાખીને શિક્ષણ આપી રહી છે. વિજ્ઞાન ક્ષેત્રે ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી, ઔદ્યોગિક સંશોધન માટેની અટિરા તો અંધ-બહેરાંમૂગાં માટેની બી. એમ. એ. સંસ્થાઓની નામના દેશ-વિદેશમાં છે. સરખેજ નજીક વિશાલા એક વિશિષ્ટ પ્રકારનું નાસ્તા ગૃહ છે. જેમાં ગામડાનું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે. અહીં વિવિધ પ્રકારના વાસણોનો સંગ્રહ છે.
સને 1915માં રાષ્ટ્રટપિતા મહાત્મા ગાંધીજીએ સાબરમતીના કાંઠે ‘સત્યાગ્રહ આશ્રમ‘ની સ્થાપના કરી હતી. અહીંયા ગાંધીજીનું નિવાસસ્થાન હ્રદયકુંજ આવેલું છે.
મોરબી :
મચ્છુ નદીને કિનારે મોરબી વસ્યું છે. શિલ્પયુક્ત મણિમંદિર કળાનો ઉત્કૃઊષ્ટ્ નમૂનો છે. મોરબીમાં ઘડિયાળ તથા પોટરી બનાવવાના ઉદ્યોગ ખૂબ વિકસ્યા છે. નજીકમાં નાનકડું ગામ ટંકારા આર્યસમાજના સ્થાપક સ્વામી દયાનંદજીનું જન્મ સ્થાન છે.
વાંકાનેર :
રાજકોટથી 38 કિમી દૂર વાંકાનેરમાં મહારાજાનો મહેલ દર્શનીય છે. મહારાજાના વિશિષ્ટ શોખની યાદગીરી રૂપે પુરાણી મોટરોનાં મોડલો (વિન્ટેજ કારો)નો મોટો સંગ્રહ પણ છે. પોટરી ઉદ્યોગ વિકાસ પામ્યો છે.
રાજકોટ :
રાજકોટની સ્થાપના સોળમી સદીમાં કુંવર વિભોજી જાડેજા નામના રાજપૂત સરદારે કરી. અહીંની રાજકુમાર કોલેજ જાણીતી શિક્ષણ સંસ્થા છે. મહાત્મા ગાંધીના પરિવારનું પૈતૃક સ્થાંન કબા ગાંધીનો ડેલો, વોટ્સન સંગ્રહાલય ખ્યાંતનામ છે.
ગોંડલ :
રાજકોટથી 30 કિમીના અંતરે આવેલું ગોંડલ ભુવનેશ્વરી દેવી તથા સ્વામીનારાયણ સંપ્રદાયના મંદિરોને લીધે જાણીતું છે. ગોંડલ ગોંડલી નદીના કિનારે વસેલું છે.
વીરપુર :
રાજકોટથી દક્ષિ‍ણે 38 કિમી દૂર વીરપુર સંત જલારામના સ્થાનકને કારણે ખ્યાતનામ બન્યું છે.
જામનગર :
સને 1540 માં જામ રાવળે કચ્છ છોડીને જામનગર શહેર વસાવેલું. શહેર વચ્ચે્ના રણમલ તળાવમાં આવેલો લાખોટા મહેલ વીરતા અને પ્રેમનું પ્રતીક છે. સૌરાષ્ટ્રેનું પેરિસ કહેવાતું જામનગર એક વખત છોટે કાશી તરીકે પણ ઓળખાતું. આયુર્વેદાચાર્ય ઝંડુ ભટ્ટજીએ સ્થાપેલી રસાયણ શાળાઓએ આજે ઝંડુ ફાર્મસીનું રૂપ ધારણ કર્યું છે. શહેરમાં આવેલી આયુર્વેદિક યુનિવર્સિટી અને સૌર – ચિકિત્સા માટેનું સોલેરિયમ પ્રખ્યાત છે. અહીંનું સ્મશાન માણેકબાઈ મુક્તિધામ અનોખું છે. રણમલ તળાવની અગ્નિ દિશાએ બાલા હનુમાન મંદિર છે. જેનું નામ ‘ગિનેસ બુક‘માં નોંધાયું છે, કારણ કે 1 ઓગષ્ટં 1964 થી શરૂ થયેલ શ્રી રામ… અખંડ ધુન નિરંતર ચાલુ રહી છે. જામનગરની એક તરફ બંધ બાંધીને બનાવેલું રણજીતસાગર છે તો બીજી બાજુ બેડી બંદર છે. બેડીમાં હવાઈદળ તથા નૌકાદળનું મહત્વનું મથક છે. નજીકના બાલાછડીમાં સૈનિકશાળા છે. દરિયામાં 22 કિમી દૂર પરવાળાના સુંદર રંગોના ખડકોવાળા ટાપુઓ પીરોટન ટાપુઓ તરીકે ઓળખાય છે. આ ટાપુઓની આસપાસનો 170 ચો કિમી વિસ્તાર ‘દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન‘ જાહેર કરાયો છે.
દ્વારકા :
દ્વારકા હિન્દુંઓનાં ચાર યાત્રાધામો પૈકીનું એક છે. દ્વારકામાં 2500 વર્ષ જૂનું દ્વારકાધીશનું મંદિર છે. પાંચ માળનું વિશાળ મંદિર 60 સ્તંભો પર ઊભું છે. નજીકમાં જ શ્રીમદ શંકરાચાર્યનું શારદાપીઠ આવેલું છે. દ્વારકાથી 32 કિમી દૂર શંખોદ્વાર બેટ છે કે જે બેટ દ્વારકા તરીકે ઓળખાય છે. જામનગર અને દ્વારકા વચ્ચેં મીઠાપુરમાં ટાટા કેમિકલનું મીઠાનું કારખાનું છે.
પોરબંદર :
સૌરાષ્ટ્રના દરિયાકિનારે આવેલું પોરબંદર મહાત્મા ગાંધીનું જન્મ સ્થાન છે. આને સુદામાપુરી પણ કહે છે. અહીં મોટી સંખ્યામાં ‘સીદ્દી‘ જાતિના લોકો વસ્યા છે, જેઓનું મૂળ વતન આફ્રિકા માનવામાં આવે છે. અહીંના જોવાલાયક સ્થળોમાં ગાંધીજીવનની ઝાંખી કરાવતું કીર્તિમંદિર, સુદામામંદિર, નેહરુ ૫લેનેટોરિયમ, ભારત મંદિર તથા સમુદ્રતટ વગેરે ગણાવી શકાય.
અહમદપુર – માંડવી :
દરિયાકિનારે આવેલું નયનરમ્ય નૈસર્ગિક સૌંદર્ય ધરાવતું સ્થટળ છે.
જૂનાગઢ :
ગિરનારની છાયામાં વિસ્તરરેલું નગર જૂનાગઢ ભક્ત નરસિંહ મહેતાની નગરી ગણાય છે. હડપ્પાઓની સંસ્‍કૃતિ પહેલાંના અવશેષો અહીંથી મળી આવ્યા છે. ગિરનાર જવાના રસ્તે અશોકે કોતરાવેલ શિલાલેખ છે.
ગિરનાર :
ગિરનાર પર્વતની 600 મીટરની ઊંચાઈ સુધી પહોંચવા માટે દસ હજાર પગથિયાં ચડવાં પડે છે. ગિરનાર મુખ્યત્વે જૈન તીર્થધામ છે. ગિરનાર રૈવતાચલના નામે પણ ઓળખાય છે. ટોચ પર સૌથી મોટું નેમિનાથજીનું દેરાસર છે. છેક ટોચે અંબાજીનું મંદિર છે.
સાસણગીર :
ગીરની તળેટીમાંથી સમુદ્ર સુધીના દક્ષિ‍ણ સૌરાષ્ટ્રના વિસ્તારમાં વિસ્તારેલું સાસણગીરનું જંગલ સિંહોના અભયારણ્ય તરીકે પ્રખ્યાત છે. વનસ્પ્તિશાસ્ત્રીઓના અભિપ્રાય મુજબ અહીં લગભગ 50 જાતનાં ઘાસ ઊગે છે. ગીરનાં બીજાં નોંધપાત્ર પ્રાણી છે નીલગાય અને મોટાં શીંગડાંવાળી ભેંસ.
તુલસીશ્યાસમ :
ગિર પ્રદેશની મધ્યમાં આવેલા આ સ્થળે સાત કુંડ છે. તેનું પાણી 70 થી 80 C જેટલું ગરમ રહે છે.
ચોરવાડ :
ભૂતકાળમાં ચાંચિયાઓ માટેના સ્થળ ચોરવાડનું મૂળ નામ ચારુવાડી છે. આ સ્થળ નારિયેળ, નાગરવેલનાં પાન અને સોપારી માટે પ્રસિદ્ધ છે. જૂનાગઢના નવાબો માટે આ ઉનાળાનો મુકામ હતો. નવાબનો ગ્રીષ્મ મહેલ આજે હોલીડે-હોમમાં ફેરવાઈ ગયો છે.
સોમનાથ :
સોમનાથ એ ભારતમાં શૈવ સંપ્રદાયનાં અત્યંત પવિત્ર એવા બાર જ્યોતિર્લિંગોમાં પ્રથમ ગણાય છે. વેરાવળથી 5 કિમી દૂર દરિયાકિનારે આવેલું સોમનાથ 17 વખત લૂંટાયું અને બંધાતું રહ્યું છે. સને 1950 માં સોમનાથના નવનિર્માણનું કામ શરૂ થયું. જેમાં સરદાર પટેલનો સિંહ ફાળો રહ્યો. સને 1995માં સોમનાથની ફરીથી નવરચના કરાઈ હતી. મંદિરની નજીકમાં ભગવાન શ્રીકૃષ્‍ણને પારધીએ તીર માર્યું હતું તે ભાલકાતીર્થ છે.
લાઠી :
અમરેલીનું લાઠી ગામ રાજવી કવિ કલાપીની જન્મભૂમિ અને કર્મભૂમિ છે.
ભાવનગર :
ભાવનગરની સ્થાપના મહારાજ ભાવસિંહજી પહેલાએ 1723 માં વડવા ગામ નજીક કરી. બુનિયાદી શિક્ષણ માટે દક્ષિ‍ણામૂર્તિ સંસ્થાની શરૂઆત અહીં થઈ. ગાંધી સ્મૃતિ, બાર્ટન લાઇબ્રેરી, બહેરા – મૂંગા શાળા, લોકમિલાપ, સોલ્ટી રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ, ગૌરીશંકર તળાવ, તખતેશ્વર મંદિર વગેરે જાણીતાં છે.
ગઢડા :
ભાવનગરથી ઉત્તર – પશ્ચિમે આવેલું ગઢડા સ્વાસમીનારાયણ સંપ્રદાયનું મહત્વનું ધામ છે.
પાલિતાણા :
પાલિતાણા પાસેના 503 મીટર ઊંચા શેત્રુંજ્ય પર્વતમાળા પરનાં 108 મોટાં દેરાસર અને 872 નાની દેરીઓ વિશ્વ પ્રસિદ્ધ છે. આ પર્વતને પુંડરિક ગિરિ પણ કહે છે. અગિયારમાં સૈકાનાં આ મંદિરો મોટે ભાગે આરસપહાણ અને સફેદ પથ્થરોથી બંધાયેલાં છે. શેત્રુંજ્ય ચડતાં જમણી બાજુએ આધુનિક યુગમાં બંધાયેલું સમવસરણ મંદિર આવેલું છે.
વેળાવદર :
અમદાવાદ-ભાવનગર રસ્તાં ઉપર વલભીપુર નજીક 8 ચો કિમી વિસ્તારમાં વેળાવદરનો દુનિયાનો સૌથી મોટો કાળીયાર રાષ્ટ્રીય પાર્ક આવેલો છે.

Gujarat ma sauthi motu

 

સૌથી મોટુ

  1. જિલ્લો (વિસ્તાર): કચ્છ, વિસ્તાર: ૪૫,૬૫૨ ચો .કિમિ
  2. જિલ્લો (વસતી): અમદાવાદ, વસતી, ૫૮,૦૮,૩૭૮
  3. પુલઃ ગોલ્ડન બ્રિજ (ભરૂચ પાસે નર્મદા નદી પર), લંબાઇ: ૧૪૩૦ મીટર
  4. મહેલઃ લક્ષ્મી વિલાસ પેલેસ, વડોદરા
  5. ઔધ્યોગિક સંસ્થા: રિલાયન્સ
  6. ડેરી: અમૂલ ડેરી, આણંદ
  7. મોટી નદી: નર્મદા, ૯૮૯૪ ચો.કિ.મી.
  8. લાંબી નદી: સાબરમતી, ૩૨૦ કિ.મી.
  9. યુનિવર્સીટી: ગુજરાત યુનિવર્સિટી.
  10. સિંચાઇ યૉજના: સરદાર સરોવર બંધ
  11. બંદર: કંડલા બંદર
  12. હૉસ્પિટલઃ સિવિલ હોસ્પિટલ, અમદાવાદ
  13. શહેરઃ અમદાવાદ
  14. રેલવે સ્ટેશન: અમદાવાદ
  15. સરોવરઃ નળ સરોવર (૧૮૬ ચો .કિમિ)
  16. સંગ્રહસ્થાનઃ બરોડા મ્યુઝિયમ એન્ડ પિકચર ગેલેરી
  17. પુસ્તકાલયઃ સેન્ટ્રલ લાઇબ્રેરી, વડોદરા
  18. દરિયાકિનારો: જામનગર, ૩૫૪ કિમિ
  19. ઊંચુ પર્વતશિખરઃ ગોરખનાથ (દત્તાત્રેય)–ગિરનાર, ઊચાઇ ૧,૧૭૨ મીટર
  20. વધુ મંદિરો વાળુ શહેરઃ પાલીતાણા, ૮૬૩ જૈન દેરાસરો
  21. મોટી પ્રકાશન સંસ્થા: નવનીત પ્રકાશન
  22. મોટુ ખાતર કારખાનુ: ગુજરાત નર્મદાવેલી ફર્ટિલાઇઝર કંપની લિ. ,ગામઃ ચાવજ, પો. નર્મદાનગર, ભરૂચ જિલ્લો
  23. ખેત ઉત્પાદન બજારઃ ઊંઝા, મહેસાણા જિલ્લો

Gujarat ma saupratham

 

ગુજરાતમાં સૌપ્રથમ


ગુજરાતમાં સૌપ્રથમ

ગુજરાતમાં સૌપ્રથમ
ગેસ આધારિત ઈલેકિટ્રસિટી પેદા કરવામાં ગુજરાત દેશભરમાં પ્રથમ સ્થાન ધરાવે છે.
ઇ.સ. ૧૮૪૯ ગુજરાતી ભાષામાં પ્રથમ સાપ્તાહિક એલેકઝાન્ડર કિન્લોક ફોર્બ્સ પ્રકાશિત કર્યું.
Indumatiben Sheth was the first lady Minister of Gujarat.
Gujarat ranks 1st in production of cotton and groundnut and 2nd in production of tobacco.
First Gujarati School : Surat , 1836`
ઓનલાઇન વૉટિંગ ની સુવિધા ઉપલબ્ધ કરાવનાર ગુજરાત દેશનુ પહેલુ રાજ્ય બની ગયુ છે.
સૌ પ્રથમ અમદાવાદ મ્યૂનિસિપલ કોર્પોરેશન ની ચુંટણીમા ઓનલાઇન વૉટિંગ સુવિધા ઉપલબ્ધ કરાવવામા આવી.
ગુજરાતની પ્રથમ ઔદ્યોગિક વસાહત કયાં સ્થપાઈ હતી? – Correct Answer: રાજકોટ
ગુજરાતના કયા મહાનુભાવ સૌપ્રથમ વખત રાજયપાલ બન્યા હતા? કયા રાજયમાં? Ans: ચંદુલાલ ત્રિવેદી-ઓરિસ્સા
ગુજરાતમાં સૌપ્રથમ કઈ કોલેજ શરૂ થઈ? Ans: ગુજરાત કોલેજ-અમદાવાદ-ઇ.સ.૧૮૮૭
ગુજરાતમાં પ્રથમ રેડિયો સ્ટેશન કોણે શરૂ કરાવ્યું? Ans: મહારાજા સયાજીરાવ ગાયકવાડ
છાપખાનું શરૂ કરનાર પ્રથમ ગુજરાતી તરીકે કોણ હતા? Ans: દુર્ગારામ મહેતા – 1842 Surat
ગુજરાતમાં સૌપ્રથમ કઇ કેમિકલ ઈન્ડસ્ટ્રી સ્થપાઇ હતી? Correct Answer: એલેમ્બિક કેમિકલ વર્ક્સ-વડોદરા
ગુજરાતનું સૌપ્રથમ બાળસંગ્રહાલય કયું છે? Ans: ગિરધરભાઈ બાળસંગ્રહાલય-અમરેલી
ગુજરાતી સાહિત્યની પ્રથમ પરિષદ કયાં અને કયારે યોજાઇહતી? Ans: અમદાવાદ-૧૯૦૫
સૌ પ્રથમ મૂક ગુજરાતી ફિલ્મ કયારે બની? કઈ સાલમાં? Ans: કૃષ્ણ સુદામા- 1920

Gauravanta Gujarati

 

ગૌરવવંતા ગુજરાતીઓ


ગૌરવવંતા ગુજરાતીઓ

ગૌરવવંતા ગુજરાતીઓ
દુર્ગારામ મહેતાજી : ગુજરાતમાં સુધારાની પ્રવૃત્તિ કરનાર નીડર અગ્રણી વ્‍યક્તિ.
વાલચંદ હીરાચંદ : ભારતના વહાણવટાના સર્જક ‘સિધિયા ‍સ્‍ટીમ નેવિગેશ‘ના સ્‍થાપક.
ત્રિભુવનદાસ ગજ્જર : જાણીતા વૈજ્ઞાનિક, વડોદરામાં ‘એલિમ્બિક‘ અને ‘કલાભવન‘ આપનાર.
હરભાઈ ત્રિવેદી : ભાવનગરમાં ‘ઘરશાળા‘ શરૂ કરી શિક્ષણને દિશા ચિંધનાર.
બળવંતરાય મહેતા : પંચાયતી રાજ્યના પ્રણેતા, ગુજરાતના માજી મુખ્‍યમંત્રી.
મગનભાઈ દેસાઈ : પ્રખર ગાંધીવાદી, શિક્ષણવિદ્દ અને વિચારક.
ચંદુલાલ ત્રિવેદી : કપડવંજના વિદ્વાન, આઈ. સી. એસ. પાસ કરી વહીવટી કુશળતા સિદ્ધ કરનાર, આઝાદ ભારતમાં આન્‍ધ્રના રાજ્યપાલ બનનાર.
હરસિદ્ધભાઈ દિવેટિયા : વહીવટકુશળ રાજનીતિજ્ઞ અને કેળવણીકાર, ગુજરાત યુનિવર્સિટીના પ્રથમ વાઈસ ચાન્‍સેલર બનનાર.
યશવંત શુકલ : ગુજરાતનું સાંકૃતિક અને સાહિત્યિક જીવન ઘડનાર અગ્રણી સમાજશાસ્‍ત્રી અને સાહિત્‍યસેવક, રાષ્‍ટ્રહિત ચિંતક.
ડો. રવીન્‍દ્રભાઈ એચ. દવે : વિશ્વમાન્‍ય શિક્ષણવિદ્દ, આર્ષદ્રષ્‍ટા કેળવણીકાર, બહુશ્રુત પ્રતિભાસંપન્ન વિચારક.
ચીમનભાઈ જે. પટેલ : ગુજરાતના રાજકારણમાં નવું બળ અને જોમ આપનાર, નર્મદા યોજનાના પુરસ્‍કર્તા, માજી મુખ્‍યમંત્રી.
ઉપેન્‍દ્ર ત્રિવેદી : ફિલ્‍મ જગતના કલાકાર, નટસમ્રાટનું બિરુદ પામનાર, ગુજરાતની સાંકૃતિક પ્રવૃતિઓના પુરસ્‍કર્તા.
મોરારી બાપુ : તલગાજરડાના પ્રાથમિક શિક્ષકમાંથી રામકથાના પ્રસિદ્ધ ગાયક બની દુનિયાભરના લોકોને કથારસપાન કરાવનાર.
ગુલઝારીલાલ નંદા : ચુસ્‍ત ગાંધીવાદી મજૂર નેતા, ભારતના બે વખત કાર્યકારી વડા પ્રધાન બન્‍યા, ‘ભારત રત્‍ન‘થી સન્‍માનિત.
ધીરુભાઈ અંબાણી : રિલાયન્‍સ ઇન્‍ડસ્‍ટ્રીઝ દ્વારા ગુજરાતના ઔદ્યોગિક જીવનમાં ક્રાન્તિ આણનાર સાહસિક ઉદ્યોગપતિ.
અરવિંદ એન. મફતલાલ : મફતલાલ ઇન્‍ડસ્‍ટ્રીઝના નેજા નીચે ન્‍યુ શોરોક મિલના ઉત્તમ કાપડ દ્વારા ઔદ્યોગિક દુનિયામાં જેમનું નામ છે તેવા અરવિંદભાઈ શેઠ, ગુજરાતની આપત્તિઓમાં ખડે પગે રહેનાર.
નાનુભાઈ અમીન : વડોદરાના પ્રગતિશીલ રાજ્યમાં ‘એલેમ્બિક‘ દ્વારા વૈદ્યકીય ક્ષેત્રે દવાઓનું ઉત્‍પાદન કરી ગુજરાતની સેવા કરનાર.
ત્રિભુવનદાસ કે. પટેલ : અમૂલ ડેરીની સ્‍થાપના કરી શ્વેતક્રાન્તિનો પાયો નાખનાર.
ડો. આઈ. જી. પટેલ : અર્થશાસ્‍ત્ર નિષ્‍ણાત ડો. પટેલ ભારતીય રિઝર્વ બેન્‍કના ગવર્નર સુધીના ઉચ્‍ચ હોદ્દા ભારતમાં અને વિશ્વમાં ભોગવનાર.
સામ પિત્રોડા : ટેલિકોમ્‍યુનિકેશન (સંદેશાવ્‍યવહાર)ની દુનિયામાં ક્રાન્તિ લાવનાર.
કે. લાલ (કાન્તિલાલ) : વર્તમાન વિશ્વનો વિખ્‍યાત જાદુગર, પોતે ગુજરાતી છે તેનું ગુજરાતને ગૌરવ આપનાર.
ડો. પી. સી. વૈદ્ય : ગણિતશાસ્‍ત્રના નિષ્‍ણાત ગાંધીવાદી કેળવણીકાર.
ગીત શેઠી : બિલિયર્ડ તથા સ્‍નૂકરના આંતરરાષ્‍ટ્રીય વિજેતા.
મોતીલાલ સેતલવડ : કાયદો અને ન્‍યાયવિદ્દ, સ્‍વતંત્ર ભારતના પ્રથમ એટર્ની જનરલ.
પરેશ રાવલ : હિન્‍દી ફિલ્‍મોના પ્રખ્‍યાત વિલન, સરદાર પટેલની સુંદર ભૂમિકા ભજવનાર.
અરુણા ઈરાની : ગુજરાતી ફિલ્‍મોની અભિનેત્રી, હિન્‍દી ફિલ્‍મોમાં સહાયક અભિનેત્રી.
અસરાની : ગુજરાતી ફિલ્‍મોના અભિનેતા, હિન્‍દી ફિલ્‍મોના સહાયક અભિનેતા.
અરવિંદ ત્રિવેદી : ‘રામયણ‘ સિરિયલમાં રાવણના પાત્રમાં નોંધપાત્ર અભિનય આપનાર.
નયન મોગિયા : વડોદરાનો ક્રિકેટ ખેલાડી, ભારતનો ભૂતપૂર્વ વિકેટ‍કીપર.
પાંડુરંગ શાસ્ત્રિજી આઠવલે : ભારતની વૈચારિક ક્રાંતિના પ્રણેતા, સ્‍વાધ્‍યાયપ્રવૃત્તિના પુરસ્‍કર્તા, મેગ્‍સેસે એવોર્ડ વિજેતા.
પૂ. સ્‍વામી સચ્ચિદાનંદ મહારાજ (દંતાલી) : ગુજરાતમાં વૈચારિક ક્રાન્તિના પુરસ્‍કર્તા, પ્રખર વિચારક અને આદર્શ સાધુપુરુષ

Featured Post

હિસાબ

gh દૂધનો હિસાબ (નામ ડિલીટ વિકલ્પ) 🔑 દૂધનો હિસાબ કૃપા કરીન...