Friday, 11 December 2020

Std-5 dt.12-12-20 Joyful Saturday

       

 Online Education

Joyful Saturday













• આજે લોકો વિલાસ અને મનોરંજન પાછળ ભાગી રહ્યા છે, જ્યારે તમે સંતની જેમ વિચારવાની વાતકરી રહ્યા છો.


           સંતોની જેમ નહીં વિચારીએ તો વિલાસ અને મનોરંજનનો પણ આનંદ ના લઈ શકાય. તેનો અર્થ એ છે કે, પ્રજાએ જ્ઞાનની વાતોમાં રસ લેવાનો છે. મારા વીડિયો સાત અબજથી પણ વધુ વાર જોવાયા છે. તેનો અર્થ એ છે કે, લોકોને સારી વાતોમાં રસ છે. બસ કોઈ તેમને પીરસવાવાળું જોઈએ. બીજી એક વાત, છેલ્લા 100 વર્ષમાં ગમે તેટલું મનોરંજક કન્ટેન્ટ આવ્યું, પરંતુ વેદો, રામાયણ, મહાભારત, ગીતા, બાઈબલ જેટલી લોકપ્રિયતા કોઈને મળી?


• શું તમે ક્યારેયનિષ્ફળ થયા છો? નિષ્ફળતા ભોગવ્યા વિના સફળ થવું અશક્ય છે. જ્યારે કોલેજ જવાનો સમય હતો, ત્યારે હું આશ્રમોમાં સાધુ સંતોની જેમ જીવન જીવતો હતો. કોલેજ પૂરી કરીને ત્રણ વર્ષ મેં એક ભિક્ષની

જેમ જીવન વીતાવ્યું. પરિવારની આર્થિક તંગીને પગલે 26 વર્ષે જ મેં નક્કી કર્યું કે, મારે નોકરી કરવાની છે. જોકે, નોકરી નહોતી મળતી.એટલે લોકો કહેતા કે, તને પહેલા જ કહ્યું હતું કે સંત બનવાથી નોકરી નહીં મળે. ત્યારે મને નિષ્ફળતાનો અહેસાસ થયો હતો અને તે મને ખેંચ્યા કરતું હતું.


• આ દરમિયાન નકારાત્મક વિચારોમાંથી તમે કેવી રીતે બહાર આવ્યા?


          નિષ્ફળતાએ મને શીખવ્યું કે, અનુભવ ના હોય એનો અર્થ એ નથી કે, હું કાબેલ નથી. મેં મારા સીવીમાં અનુભવના ખાનામાં લખ્યું હતું કે, “સંત તરીકે ત્રણ વર્ષનો અનુભવ’. મને લાગ્યું કે, આ હકીકતના કારણે હું રિજેક્ટ થતો રહ્યો, પરંતુ મેં ફરી એ મુદ્દે વિચાર કર્યો કે, સંત બનવાના અનુભવ સિવાય મારી પાસે એવું શું છે, જે આઈટી કે ફાઈનાન્સિયલ કંપનીમાં કામમાં આવી શકે. આ પ્રશ્નનો જવાબ આપવામાં મેં લાઈબ્રેરીમાં સમય વીતાવવાનો શરૂકર્યો. હું રોજ સવારે નોકરીએ જવાનું હોય એ રીતે તૈયાર થઈને લાઈબ્રેરી જતો. મેં જેવી આ શરૂઆતે કરી, મને નોકરીઓ મળવા લાગી. તેમાંથી મને બોધપાઠ મળ્યો કે, કોઈ પણ નકારાત્મક સ્થિતિમાં હકારાત્મકતા જાળવી રાખવી જરૂરી છે. સતત શીખવું જરૂરી છે. જ્યારે તમે નિષ્ફળ થતા હોવ, ત્યારે તમારે સમજવું જોઈએ કે આ શીખવાનો સમય છે. જ્યારે લક્ષ્ય પસંદગીનું હોય, ત્યારે નિષ્ફળતાનો સમય સરળતાથી પસાર થઈ જાય છે.


• તમારા પ્રત્યે લોકોનું વલણ કેવું હતું? ઘર અને સમાજ ત્યારે મુશ્કેલી પેદા કરે છે, જ્યારે સમય મુશ્કેલ ચાલતો હોય છે. જ્યારે તમે આરામમાં હોવ છો, ત્યારે તમને મદદ પણ તેઓ જ કરે છે. તમારો જન્મ થયો છે, એટલે તમારામાં કંઈક તો ખાસ છે.બસ એ ખાસિયતને ઓળખો. જ્યારે તમે તમારી જાતને એમ કહો છો કે, હું કશું જ કરી શકું એમ નથી,

        ત્યારે તમે મન અને આત્માની શક્તિને પણ નકારો છો. પરંતુ જ્યારે તમે કહો છો કે, કોઈ કશું પણ કરી શકે છે, તો એનો અર્થ એ છે કે માછલી પણ પહાડ પર ચડી શકે છે અને વાંદરો પણ બાજની જેમ ઉડી શકે છે. જો કે, આ બધો ઘોંધાટ છે. આ ઘોંઘાટથી બચો અને તમારા મનને સમજો.એવું કરવાથી તમારો પરિવાર અને સમાજ પણ તમારી સાથે આવી જશે.



No comments:

Post a Comment

Featured Post

હિસાબ

gh દૂધનો હિસાબ (નામ ડિલીટ વિકલ્પ) 🔑 દૂધનો હિસાબ કૃપા કરીન...