સાંસ્કૃતિક વારસો
મેળાઓ
ગુજરાતના પરંપરાગત મેળાઓ એ સમગ્ર વિશ્વમાં પોતાની આગવી ઓળખ ઉભી કરી છે. વર્ષ દરમિયાન રાજ્યમાં ૩૫૦૦ જેટલા મેળા અને તહેવારો ઉજવવામાં આવે છે. ગુજરાતના કેટલાક મુખ્ય મેળાની યાદી નીચે મુજબ છે.
- ભવનાથ મહાદેવનો મેળો
- વૌઠાનો મેળો
- ચિત્ર-વિચિત્ર મેળો
- મોઢેરા – નૃત્ય મહોત્સવ
- ડાંગ – દરબાર મેળો
- કચ્છ રણ ઉત્સવ
- ધ્રાંગ મેળો
- અંબાજી પૂનમનો મેળો
- તરણેતરનો મેળો (ત્રીનેતેશ્વર મહાદેવનો મેળો)
- શામળાજીનો મેળો
ગુજરાતના મેળાઓ સામાજિક, સાંસ્કૃતિક અને ધાર્મિક પરંપરાના પ્રતિક છે.
કળા
ગુજરાતે શિલ્પકળા, ચિત્રકળા , વણાટ, છાપકામ, કોતરણી, કાચકામ, ભરતકામ વગેરે કળાઓ માં પોતાની આગવી ઓળખ વૈશ્વિક ક્ષેત્રે ઉભી કરી છે અને આ ઉપરાંત ખાસ કરીને તેની હસ્તકળા કે જેમા રહેલી કલાત્મકતા, વૈવિધ્યતા અને સર્જનાત્મકતા ને લીધે સમગ્ર વિશ્વમાં પોતાની આગવી છાપ ઉભી કરી છે અને સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત બની છે. ભવ્ય કળા અને કારીગરી નો વરસો ગુજરાતને મળેલો છે. વર્તમાન સમયે તેના વૈવિધ્યસભર અને નવીન સ્વરૂપો જોવા મળે છે. ભરતગુંથણ કળા, વાંસ – લાકડાકામ, પત્થરકામ, કાચકામ, ઘરેણાકામ વગેરે માં ગુજરાત આગવું તરી આવે છે. માટીકામ અને અનેક પ્રકારની હસ્તકળા દ્વારા બનાવતી સ્થાપત્યની બેનમુન કલાકૃતિ ગુજરાતનું અનેરું નજરાણું છે.
હસ્તકળા
ગુજરાત વિવધ પ્રકારની હસ્તકળા માટે પ્રખ્યાત છે. નીચે કેટલીક હસ્તકળા નાં નામ દર્શાવેલ છે.
- ભરતગુંથણ કામ
- માટીકામ
- બાંધણી
- કાષ્ટકામ
- પટોળા
- જરીકામ
- ઘરેણા
- બીડ વર્ક
- સાહિત્ય
ગુજરાતનું સાહિત્ય સ્વતંત્રતા, પરંપરા, સંસ્કૃતિ, નૃત્ય, સંગીત, લેખો, વાર્તાઓ, નાટ્યના રચયિતાઓ વગેરે ક્ષેત્રે ખુબજ સમૃદ્ધ છે. ગુજરાતે વિશ્વને અનેકવિધ સાહિત્યકારોની ભેટ આપી છે.
સંગીત અને નૃત્ય
ગુજરાત તેના પારંપરિક સંગીત અને નૃત્ય માટે ખાસ્સું જાણીતું છે. ગરબા, ગરબી, રાસ જેવા નૃત્યનાં પ્રકાર ગુજરાત ની ઓળખાણ છે.
ગુજરાતના સંગીત અને તેના પ્રકારોમાં ખુબજ સર્જનાત્મકતા અને અનેરી વિવિધતા જોવા મળે છે.
તહેવારો
ગુજરાતમાં સામાજિક, સાંસ્કૃતિક, ધાર્મિક એમ ત્રણેય પાસાઓ ને આવરી લે તેવા તહેવારો ઉજવાય છે. ગુજરાતમાં ઉજવાતા મુખ્ય તહેવારોની યાદી નીચે મુજબ છે.
- નવરાત્રી
- દીવાળી
- ધુળેટી
- ઉત્તરાયણ
- જન્માષ્ટમી
- શિવરાત્રી
No comments:
Post a Comment