Thursday, 9 April 2020

Sanskrit varn parichay

સંસ્કૃત વર્ણ પરિચય

સંસ્કૃત ભાષા દેવનાગરી લિપિમાં લખાય છે.

સંસ્કૃતમાં ૧૩ સ્વર અને ૩૩ વ્યંજન મળી કુલ ૪૨ વર્ણ છે.

સ્વર : જે વર્ણનો ઉચ્ચાર સ્વતંત્ર રીતે થઇ શકે છે તેને સ્વર કહે છે .

अ, आ, इ, ई, उ, ऊ, ऋ,ॠ, ॡ ,ए, ऐ, ओ, औ  = આ ૧૩ સ્વર છે.
સ્વરના બે પ્રકાર છે. — હ્રસ્વ સ્વર અને દીર્ઘ સ્વર
 अ, इ, उ, ऋ, ऋ = હ્રસ્વ સ્વર

 आ,  ई,  ऊ, ॠ, ए , ऐ, ओ, औ = દીર્ઘ સ્વર

સંયુકત સ્વર :  ए, ऐ, ओ, અને औ આ ચાર દીર્ઘ સ્વરને સંયુકત સ્વર કહે છે.

કારણ કે બે સ્વર ભેગા મળીને આ સ્વર બનેલા છે.

જેમ કે.

अ કે आ + इ કે ई = ए

अ કે आ + ए = ऐ

अ કે आ + उ કે ऊ = ओ

अ કે आ + ओ = औ

ગુણ અને વૃદ્ધિ :

સંયુકત સ્વરમાં इ કે ई નો ગુણ ए છે. અને उ કે ऊ નો ગુણ ओ છે.

તે જ રીતે इ કે ई ની વૃદ્ધિ ऐ થાય છે. 

આ જ રીતે उ કે ऊ ની વૃદ્ધિ ओ થાય છે.

अ નો ગુણ अ અને વૃદ્ધિ आ ગણાય છે.

સજાતીય અને વિજાતીય સ્વર :  अ – आ, इ – ई, उ – ऊ એ સજાતીય

અથવા સવર્ણ સ્વરોનાં જોડકાં છે.

જયારે આ સિવાયના બીજા કોઇ પણ સ્વરોનાં જોડકાં વિજાતીય છે,

अ – इ – आ- ई,  अ – उ આ વિજાતીય જોડકાં છે,

વ્યંજન   :-

જે વર્ણનો સ્વતંત્ર રીતે ઉચ્ચાર થઇ શકતો નથી પણ કોઇ પણ સ્વરની

મદદથી  જેનો ઉચ્ચાર  થઇ શકે છે.તે વર્ણને વ્યંજન  કહે છે.વ્યંજન ૩૩ છે.

क्. ख् ,ग् , घ् ,ङ् = क् વર્ગ

च् ,छ् ,ज् ,झ्, ञ् = च् વર્ગ

ट् , ठ्, ड्, ढ् , ण् = ट् વર્ગ

त् ,थ् ,द् ,ध् ,न् =  त् વર્ગ

प्, फ्, ब् ,भ् , म् =प् વર્ગ

य्, र्, ल्,व व् = વર્ગ અન્તઃસ્થ કે અર્ધસ્વર

श्,ष् स् =  ઉષ્માક્ષર

 ह् = તે મહા પ્રાણ કહેવાય છે.   

ઘોષ અને  અઘોષ વ્યંજન

 દરેક વર્ગના પહેલા બે વ્યંજન એટલે કે  क्. ख् च् ,छ् ट् , ठ्, त् ,थ् प्, फ् श्,ष् ,स्

આ ૧૩ વ્યંજન અઘોષ અથવા કઠોર વ્યંજન કહેવાય છે.

બાકીના બધા વ્યંજન એટલે કે

(ग् , घ् ,ङ्)   (ज् ,झ्, ञ्)   (ड्, ढ् , ण्)

(द् ,ध् ,न्)   (ब् ,भ् , म्)

(य्, र्, ल्, व् ह्)

આ ૨૦ વ્યંજન ઘોષ અથવા મૃદુ વ્યંજન કહેવાય છે.

અનુનાસિક – દરેક વર્ગનો છેલ્લો વ્યંજન એટલે ङ् ,ञ्, ण्, न्, म् આ પાંચ

વ્યંજનો અનુનાસિક વ્યંજન કહેવાય છે.

જોડાક્ષર – બે અથવા વધારે વ્યંજનો મળીને જોડાક્ષર  કહે છે.

प् + र् = प्र મળીને થાય છે.

क् + ष् = क्ष મળીને થાય છે.

ज् + ञ् = ज्ञ મળીને થાય છે.

અનુસ્વાર અથવા વિસર્ગ –  આ બન્ને ઉચ્ચાર સ્વર સાથે જોડીને બોલવામાં  કે લખવામાં આવે છે.

No comments:

Post a Comment

Featured Post

હિસાબ

gh દૂધનો હિસાબ (નામ ડિલીટ વિકલ્પ) 🔑 દૂધનો હિસાબ કૃપા કરીન...