અર્થશાસ્ત્રી અને સમાજશાસ્ત્રી પંડિત દીનદયાળ ઉપાધ્યાયનો જન્મ 25 September , 1916 ના રોજ મથુરા જિલ્લાના ચંદ્રભાન ગામે થયો હતો . તેના જન્મ દિવસને અંત્યોદયદિવસતરીકે ઉજવાય છે . પિતાઃ ભગવતીપ્રસાદ ઉપાધ્યાય , માતાઃ રામપ્યારી
> તેઓ 7 વર્ષના હતા ત્યારે તેમના માતા - પિતા મૃત્યુ પામ્યા હતા . પંડિત દીનદયાળ ઉપાધ્યાય રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિચારક અને આયોજક હતા .
> તેઓ ભારતીય જનસંઘના પ્રમુખ પણ હતા .
> તેમણે ભારતની શાશ્વત વિચારધારાને યુગની જેમ રજુ કરી અને દેશને એકીકૃત માનવતાવાદ નામની વિચાર ધારા આપી .
> રાજકારણ ઉપરાંત તેમને સાહિત્યમાં પણ રસ હતો . તેમણે હિન્દી અને અંગ્રેજી ભાષામાં ઘણા લેખો લખ્યા છે . 1939 માં તેમણે કાનપુરની સનામત ધર્મ કોલેજમાં B.A. કર્યું 1937 માં જ્યારે તેઓ કાનપુરની કોલેજમાં B.A. કરતા હતા ત્યારે તેના ક્લાસમેટ બાબુજી મહાશબ્દની પ્રેરણાથી રાષ્ટ્રીય સ્વયંસંઘના સંપર્કમાં આવ્યા .
> ડૉ . ઉપાધ્યાયજીએ અભ્યાસ પૂર્ણ કરી સંઘના આજીવનપ્રચારક બન્યા . ઉપાધ્યાયજી સંઘ દ્વારા જ રાજકારણમાં આવ્યા હતા . 21 October , 1951 ના રોજ ડૉ . શ્યામજીકૃષ્ણવર્માની અધ્યક્ષતામાં ભારતીય જનસંઘની સ્થાપના થઈ .
1952 માં તેનું પ્રથમ અધિવેશન કાનપુરમાં યોજાયું હતું .પંડિત દીનદયાળજી ભારતીય જન સંઘ મહામંત્રી બન્યા ત્યારે તેમાં પસાર થયેલ 15 ઠરાવો માંથી 7 ઉપાધ્યાયજીએ રજુ કર્યા હતા.
> તેમની કાર્યક્ષમતાથી પ્રભાવિત થઈને ડૉ . મુખર્જીએ કહ્યું “ જો મને બે દીનદયાળ મળે તો હું ભારતીય રાજકારણનો નકશો બદલી નાખું ” . તેઓ 1967 સુધી ભારતીય જનસંઘના મહામંત્રી રહ્યા . 1967 માં કાલિકટ અધિવેશનમાં ઉપાધ્યાયજીની ભારતીય જનસંઘના અધ્યક્ષ તરીકે નિમણૂક થઈ , અને તેઓ ફક્ત 43 દિવસ સુધી ભારતીય જનસંઘના અધ્યક્ષ રહ્યા .
> 11 February , 1968 ની રાતે મુગલસરાય સ્ટેશન પર તેની હત્યા કરવામાં આવી .
> તેમણે રાષ્ટ્રધર્મ , પરાજય અને સ્વદેશ જેવા મેગેઝીન શરૂ કર્યા હતા .
> તાજેતરમાં કેન્દ્ર સરકારે મુગલસરાય જંકશનનું નામ બદલી દીનદયાળ ઉપાધ્યાયસ્ટેશન રાખ્યું છે .
> કંડલા બંદરનું નામ બદલીને દીનદયાળ ઉપાધ્યાય બંદર કરાયું છે .
> તેઓ એક પત્રકારની સાથે વિચારક અને લેખકપણા હતા .
> તેમના કેટલાક મુખ્ય પુસ્તકોઃ 1. બે યોજનાઓ 2. રાજકીય ડાયરી 3. ભારતીય અર્થતંત્રનું અવમૂલ્ય 4. સમ્રાટ ચંદ્રગુપ્ત 5. જગતગુરુ શંક્રાચાર્ય 6. એકાત્મક માનવવાદ 7. રાષ્ટ્રીય જીવનની દશા 8. એક પ્રેમ કથા

No comments:
Post a Comment